એપ્રિલથી દર્દી અને પરિવારજનોને સેકન્ડ ઓપિનિયન લેવાનો અધિકાર

ઇંગ્લેન્ડની 100 એનએચએસ હોસ્પિટલમાં માર્થા રૂલનો અમલ શરૂ થશે

Tuesday 27th February 2024 10:57 EST
 
 

લંડનઃ જે દર્દીઓને સારવારની અસર ન થઇ રહી હોય તેમને સેકન્ડ ઓપિનિયનનો અધિકાર અપાશે. સમગ્ર દેશમાં માર્થા રૂલના એપ્રિલથી થઇ રહેલા અમલ અંતર્ગત 100 હોસ્પિટલમાં તેનો પ્રારંભ કરાશે. આ પગલાં અંતર્ગત દર્દી અને તેમના પરિવારજનો દર્દીની સારવાર કરી રહેલી મેડિકલ ટીમમાં સામેલ ન હોય તેવા ડોક્ટર અને નર્સ પાસે તેમની સ્થિતિની સમીક્ષા કરાવી શક્શે તેમજ સીધી સારવાર પણ મેળવી શકશે.

આ પ્રોગ્રામમાં સામેલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દી બિલ્ડિંગમાં જ અન્યત્ર ફરજ બજાવી રહેલા ડોક્ટરો અને નર્સોનો સીધો સંપર્ક કરી શકશે. આ ડોક્ટરો અને નર્સ ગંભીર દર્દીઓની સારવારમાં વિશેષ તાલીમ ધરાવતા હશે. તેઓ દર્દી પાસે પહોંચીને તેની સ્થિતિની સમીક્ષા કરી શકશે.

એનએચએસ ઇંગ્લેન્ડના વડા એમેન્ડા પ્રિટકાર્ડે જણાવ્યું હતું કે, આ પ્રકારની જરૂર આમ તો ઘણા ઓછા કેસમાં પડશે પરંતુ માર્થા રૂલના કારણે ભવિષ્યમાં ઘણા જીવનો બચાવી શકાશે.

ગાર્ડિયન અખબારના સીનિયર એડિટર મિરોપ મિલ્સ અને તેમના પતિ પોલ લેઇટીની દીકરી માર્થા 2021માં લંડનમાં કિંગ્સ કોલેજ હોસ્પિટલ ખાતે મૃત્યુ પામી ત્યારબાદ રાજકીય નેતાઓ, એનએચએસના વડા અને ડોક્ટરો પર સર્જાયેલા સીધા દબાણના પરિણામે એનએચએસ દ્વારા આ પગલું લેવાયું છે. માર્થાને સાઇકલ પરથી પડી જવાના કારણે પિત્તાશયમાં ઇજા થઇ હતી પરંતુ ડોક્ટરોએ માતાપિતાની ચિંતા તરફ વિશેષ ધ્યાન આપ્યું નહોતું. માર્થાને સેપ્સિસની બીમારી હોવાની શંકા હતી પરંતુ તેને તે અંગેની સારવાર આપી નહોતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter