એપ્રિલથી ફૂલ સ્ટેટ પેન્શનમાં વાર્ષિક આશરે 500 પાઉન્ડનો વધારો નિશ્ચિત

માત્ર સ્ટેટ પેન્શન પર નિર્ભર લોકો પ્રથમ વખત ઇન્કમ ટેક્સના દાયરામાં આવશે

Tuesday 27th October 2026 15:35 EDT
 

લંડનઃ ગત બુધવારે જાહેર કરાયેલા ફુગાવાના આંકડા અનુસાર ટ્રિપલ લોક વ્યવસ્થાને કારણે વર્ષ 2027માં ફૂલ ન્યૂ સ્ટેટ પેન્શનમાં વાર્ષિક આશરે 500 પાઉન્ડનો વધારો થવા જઈ રહ્યો છે. ટ્રિપલ લોક નિયમ હેઠળ  દર વર્ષે એપ્રિલ મહિનામાં સ્ટેટ પેન્શનમાં ત્રણમાંથી જે સૌથી વધુ હોય તે મુજબ વધારો કરવામાં આવે છે.  આનો અર્થ એ છે કે આગામી એપ્રિલથી સ્ટેટ પેન્શનમાં 3.9 ટકાનો વધારો લગભગ નિશ્ચિત છે જેની સત્તાવાર જાહેરાત સરકાર દ્વારા આગામી બજેટમાં કરવામાં આવે તેવી શક્યતા છે.

હાલમાં 6 એપ્રિલ 2016 પછી સ્ટેટ પેન્શનની વય મર્યાદા વટાવી ચૂકેલા લોકોને અઠવાડિયે 241.30 પાઉન્ડ ફૂલ ન્યૂ સ્ટેટ પેન્શન મળે છે. 3.9 ટકાના વધારા સાથે આ રકમ વધીને સપ્તાહે 250.70 પાઉન્ડ થશે. વાર્ષિક ધોરણે જોતાં, આ પેન્શન 12,547 થી વધીને 13,036 પાઉન્ડ થશે, એટલે કે વર્ષે કુલ 489 પાઉન્ડનો વધારો થશે.

અત્યાર સુધી, માત્ર સ્ટેટ પેન્શન પર આધાર રાખતા લોકોની આવક 12,570 પાઉન્ડથી ઓછી રહેતી હતી તેથી તેમને ઇન્કમ ટેક્સ ચૂકવવો પડતો નહોતો પરંતુ હવે પહેલીવાર તેઓ ઇન્કમ ટેક્સના દાયરામાં આવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter