એફ-વનના પૂર્વ વડા એકલેસ્ટોન પર 400 મિલિયન પાઉન્ડનું ફ્રોડ આચરવાનો આરોપ

એકલેસ્ટોનની વિદેશમાં રહેલી સંપત્તિઓ અને ટેક્સ જવાબદારીઓની તપાસ બાદ કેસ દાખલ કરાયો

Wednesday 20th July 2022 06:11 EDT
 
 

લંડન

એફ વનના પૂર્વ વડા બર્ની એકલેસ્ટોન પર 400 મિલિયન પાઉન્ડની છેતરપિંડીનો આરોપ મૂકાયો છે. એચએમઆરસીની તપાસ બાદ સીપીએસને ખોટી રજૂઆતો કરીને છેતરપિંડી આચરવાના આરોપો પર પગલાં લેવા માટે અધિકૃત કરાઇ છે. એચએમઆરસીએ આ કૌભાંડને જટિલ અને વિશ્વવ્યાપી ગણાવ્યું છે. ચીફ ક્રાઉન પ્રોસિક્યુટર એન્ડ્રુ પેનહાલે જણાવ્યું હતું કે,સીપીએસે એચએમઆરસી તરફથી પૂરા પડાયેલા પુરાવાની સમીક્ષા કરાઇ છે અને બર્નાર્ડ એકલેસ્ટોને ખોટી રજૂઆતો કરી આચરાયેલી છેતરપિંડીના આરોપને માન્ય ગણ્યો છે. એકલેસ્ટોને એચએમઆરસી સમક્ષ વિદેશોમાં રહેલી 400 મિલિયન પાઉન્ડની તેમની સંપત્તિઓ જાહેર કરી નહોતી.

ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે જણાવ્યું હતું કે, એકલેસ્ટોન સામેની કાર્યવાહી ચાલી રહી છે અને તેમને ન્યાયી સુનાવણીનો અધિકાર છે. તેથી મહત્વનું છેકે આ મામલાની સુનાવણીનું રિપોર્ટિંગ ન થાય. આ સુનાવણીની માહિતી ઓનલાઇન પણ મૂકી શકાશે નહીં. એકલેસ્ટોન અત્યારે તેમનો સમય બ્રાઝિલના સાઓપાઉલો ખાતે આવેલા કોફી ફાર્મ, સ્વિત્ઝર્લેન્ડમાં આવેલા મેન્શન અને ઇબિઝા ખાતેની વિલામાં પસાર કરી રહ્યા છે. છેલ્લે તેમને ઇબિઝા ખાતેના વિલામાં જોવાયા હતા જ્યાં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં રશિયન પ્રમુખ પુતિનની પ્રશંસા કરી હતી. જોકે પાછળથી તેમણે માફી માગી હતી. એકલેસ્ટોન સપ્તાહાંતમાં યોજાયેલી ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સમાં પણ હાજર રહ્યા નહોતા.

એનએમઆરસીની ફ્રોડ ઇન્વેસ્ટિગેશન સર્વિસના ડિરેક્ટર સાયમન યોર્કે જણાવ્યું હતું કે, એકલેસ્ટોન સામે ફ્રોડ આચરવાના આરોપને અમે માન્યતા આપી છે. એક જટિલ અને વિશ્વવ્યાપી તપાસ બાદ આ આરોપ ઘડાયો છે. તેમના પર વિદેશોમાં રહેલી 400 મિલિયન કરતાં વધુની સંપત્તિમાંથી ઉદ્દભવતી કર જવાબદારીઓ ઓળવવાનો પણ આરોપ છે. એચએમઆરસી પ્રામાણિક કરદાતાઓની તરફેણ કરે છે પરંતુ જ્યારે પણ ટેક્સ ફ્રોડ આચરાય છે  ત્યારે આકરાં પગલાં લેવાય છે. તેમાંથી કોઇ બાકાત રહેતું નથી. હવે આ મામલો કોર્ટમાં છે તેથી અમે તેના પર કોઇ ટિપ્પણી કરવા માગતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter