એફસીએના વડા નિખિલ રાઠી પર ગ્રાહક સંગઠનને ધમકી આપવાના ગંભીર આરોપ

રાઠી દ્વારા અપાયેલી ધમકી સરકારી અધિકારી દ્વારા અયોગ્ય હસ્તક્ષેપ સમાન

Tuesday 08th September 2026 10:21 EDT
 
 

લંડનઃ ફાઇનાન્સિયલ રેગ્યુલેટર એફસીએના વડા નિખિલ રાઠી પર ગ્રાહક સંગઠન કન્ઝ્યુમર વોઇસને પ્રતિકૂળ પરિણામો ભોગવવાની ધમકીનો આરોપ મૂકાયો છે. નિખિલ રાઠીએ કન્ઝ્યુમર વોઇસને ધમકી ઉચ્ચારી હતી કે જો ગ્રાહક સંગઠન ઓટો લોન સ્કેન્ડલને ઉકેલવા માટેની 9.1 બિલિયન પાઉન્ડની વળતર યોજનાને અટકાવવાનો પ્રયાસ કરશે, તો તેને પ્રતિકૂળ પરિણામો ભોગવવા પડશે.  

ઉપલબ્ધ કાનૂની દસ્તાવેજો અનુસાર ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA) ના ચીફ એક્ઝિક્યુટિવ નિખિલ રાઠી દ્વારા ઉચ્ચારવામાં આવેલી કથિત ટિપ્પણીઓ સરકારી અધિકારી દ્વારા અયોગ્ય હસ્તક્ષેપ સમાન છે.

આ ધમકી 27 એપ્રિલના રોજ માઇક્રોસોફ્ટ ટીમ્સ કોલ દરમિયાન કન્ઝ્યુમર વોઇસ (CV) ના ડિરેક્ટરોને આપવામાં આવી હોવાનું કહેવાય છે.  રાઠીએ ચેતવણી આપી હતી કે જો કન્ઝ્યુમર વોઇસ કાનૂની પગલાં લેશે તો સિટી રેગ્યુલેટર તેની સાથે સહયોગ કરી શકશે નહીં. દસ્તાવેજો અનુસાર, આનો સ્પષ્ટ અર્થ એ હતો કે FCA સાથે કન્ઝ્યુમર વોઇસના ભવિષ્યના સંબંધો પર પ્રતિકૂળ અસર પડશે અને તેની સામે નકારાત્મક પ્રેસ બ્રીફિંગ્સ કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter