કોરોના મહામારી અને ખાસ કરીને તાજેતરમાં ડેલ્ટા વેરિએન્ટના ફેલાવાના કારણે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે રેડ લિસ્ટમાં મૂકાયેલા ભારત સહિતના કેટલાક દેશોને યુકે સરકારે એમ્બર-યલો લિસ્ટમાં મૂક્યા છે. આ સાથે ક્વોરેન્ટાઈન સહિતના નિયમો પણ બદલાયા છે. યુકે આવનાર પ્રવાસીએ શું કરવાનું રહેશે તેના કેટલાક નિયમો આ સાથે રજૂ કરાયા છેઃ
બ્રિટનનો પ્રવાસ કરતા પહેલા શું કરવું પડશે?
• પ્રવાસ અગાઉના ત્રણ દિવસમાં કરાવેલો કોવિડ RT-PCR ટેસ્ટ ફરજિયાત છે
• યુકે પહોંચ્યા પછી કરાનારા કોવિડ ટેસ્ટનું બૂકિંગ અને નાણા ચુકવવાના રહેશે.
• પેસેન્જર લોકેટર ફોર્મ ફરજિયાત ભરવાનું રહેશે.
બ્રિટન પહોંચ્યા પછી શું કરવું પડશે?
• પ્રવાસી જે સ્થળે રહેવાનો હોય તે સ્થળ અથવા ઘરમાં ૧૦ દિવસ માટે ક્વોરેન્ટાઈન રહેવું પડશે.
• હોમ ક્વોરેન્ટાઈનના બીજા દિવસે અથવા તે અગાઉ કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે.
• હોમ ક્વોરેન્ટાઈનના આઠમા દિવસે અથવા તે પછી કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે.
• વોલન્ટરી ટેસ્ટ ટુ રીલિઝ સ્કીમ હેઠળ ક્વોરેન્ટાઈનના પાંચમા દિવસે નાણા ચુકવી ખાનગી કોવિડ ટેસ્ટ કરાવી શકાય છે અને જો ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવે તો ક્વોરેન્ટાઈનમાંથી મુક્ત થઈ શકે છે.
• ઈયુ અને યુએસએમાં કોરોના વેક્સિન લેનારા પ્રવાસીઓને હોમ ક્વોરેન્ટાઈનમાંથી મુક્તિ
• જો તમે યુકેમાં અથવા વિદેશમાં યુકે વેક્સિન પ્રોગ્રામ હેઠળ સંપૂર્ણ વેક્સિનેટેડ હો તો ક્વોરેન્ટાઈન અને ૮મા દિવસના ટેસ્ટની જરુર રહેશે નહિ.
• તમે ઈંગ્લેન્ડ આવો ત્યારે ૧૮ વર્ષથી ઓછી વયના હો, યુકેના રેસિડેન્ટ હો અથવા યુકે દ્વારા માન્ય વેક્સિનેશન પ્રોગ્રામ ધરાવતા દેશમાંથી આવો તો ક્વોરેન્ટાઈન અને ૮મા દિવસના ટેસ્ટની જરુર રહેશે નહિ.
• તમે ઈંગ્લેન્ડ આવો તેના ઓછામાં ઓછાં ૧૪ દિવસ અગાઉ વેક્સિનનો આખરી ડોઝ લીધો હોવો જરૂરી છે છતાં, તમારે બે દિવસ પછીનો કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે.