એમ્બ્યુલન્સ વિલંબ – દર્દીઓને ઉબેર દ્વારા હોસ્પિટલ પહોંચવા ડોક્ટરોની સલાહ

દર્દી સગાના પ્રાઇવેટ વ્હિકલમાં પણ હોસ્પિટલ પહોંચી શકે છે – ડોક્ટરો

Wednesday 30th November 2022 06:22 EST
 
 

લંડન

એનએચએસની એમ્બ્યુલન્સ સેવામાં થતો વિલંબ ચરમસીમા પર પહોંચ્યો હોવાથી ડોક્ટરો દર્દીઓને ઉબેર અથવા તો પોતાના સગાની કાર દ્વારા હોસ્પિટલ પહોંચવાની સલાહ આપી રહ્યાં છે જેથી ઇમર્જન્સીની સ્થિતિમાં દર્દીની સ્થિતિ વધુ ખરાબ ન થાય. શ્વાસની સમસ્યા અથવા તો કોઇ ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા દર્દીઓને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કેબ અથવા તો પ્રાઇવેટ વ્હિકલ દ્વારા ઝડપથી ઇમર્જન્સી વિભાગમાં પહોંચી શકે છે. હાલ એમ્બ્યુલન્સની સેવામાં 2017માં નક્કી કરાયેલા સમય કરતાં વધુ વિલંબ થઇ રહ્યો છે.

ઇસ્ટ લંડનમાં જીપી પાર્ટનર એવા ડો. સેલ્વાસીલન સેલ્વરાજા કહે છે કે જો કોઇ દર્દીને હાર્ટ એટેક અથવા તો સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા ન હોય તો હું તેમને ઉબેર અથવા તો કોઇ સગાની કાર દ્વારા હોસ્પિટલ પહોંચવાની સલાહ આપુ છું. જેમના જીવનને તાત્કાલિક જોખમ ન હોય તેવા દર્દીઓ કેબ અથવા તો કાર દ્વારા હોસ્પિટલ પહોંચી શકે છે.

એનએચએસના ઉચ્ચ અધઇકારીઓ કહે છે કે એ એન્ડ ઇ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાતા વિલંબને કારણે એમ્બ્યુલન્સ સેવામાં વિલંબ થઇ રહ્યો છે. દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાય તે પહેલાં એમ્બ્યુલન્સોને કલાકો સુધી રાહ જોવી પડે છે. ઇંગ્લેન્ડમાં એમ્બ્યુલન્સમાંથી હોસ્પિટલમાં દર્દીને ટ્રાન્સફર કરવામાં એક કલાકનો સમય નીકળી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter