લંડનઃ અમદાવાદમાં એર ઇન્ડિયા ક્રેશના મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવામાં થઇ રહેલા વિલંબ માટે તેમનું પ્રતિનિધિત્વ કરી રહેલા અમેરિકાના અગ્રણી એટર્ની માઇક એન્ડ્રુઝે આકરી ટીકા કરી છે. એર ઇન્ડિયા દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા 1 કરોડનું વળતર આપવાની જાહેરાત કરાઇ હતી પરંતુ હજુ રૂપિયા 25 લાખ (28522 ડોલર) જ વળતર પેટે 229 મૃતક પ્રવાસીઓના 147 પરિવારોને ચૂકવાયા છે. અંતિમ ચૂકવણી વખતે આ રકમ એડજસ્ટ કરાશે.
એન્ડ્રુઝે જણાવ્યું હતું કે અમે એક પરિવાર સાથે મુલાકાત કરી હતી. દુર્ઘટનામાં પુત્રને ગુમાવનારી માતા પથારીવશ છે. સારવાર માટે માતા આ પુત્ર પર જ આધારિત હતી પરંતુ હવે તે આ દુનિયામાં રહ્યો નથી. આ દુખિયારી માતાને હજુ વળતરની રકમ ચૂકવાઇ નથી. આ માતા હવે દુનિયાની દયા પર જીવવા મજબૂર બની છે.