એર ઇન્ડિયા સામે ગુજરાતી સમુદાયમાં પ્રવર્તતો ઉગ્ર આક્રોશ

Tuesday 11th April 2023 14:36 EDT
 
 

લંડન

લંડનના હિથ્રો એરપોર્ટથી સીધી અમદાવાદ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને હિથ્રોથી ખસેડીને ગેટવિક એરપોર્ટ ખાતેથી સંચાલિત કરવાના એર ઇન્ડિયાના નિર્ણય સામે ભારતીય અને મુખ્યત્વે ગુજરાતી સમુદાયમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આ મામલે અમને એર ઇન્ડિયા વિરુદ્ધ ઢગલાબંધ ફરિયાદો પ્રાપ્ત થઇ રહી છે. એર ઇન્ડિયાના સીનિયર સ્ટાફ દ્વારા કરાતા વ્યવહાર સામે પણ અમારા વાચકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને તેમણે અમારી સમક્ષ તે અંગે આક્રોશ પણ વ્યકત કર્યો છે. ગુજરાત સમાચારના આગામી અંકમાં અમે હિથ્રોથી સીધી ફ્લાઇટ શરૂ કરવાની અમારા વાચકોની ઉગ્ર માગ સહિત પ્રવાસીઓને છેલ્લી ઘડી સુધી સહેવી પડતી પરેશાનીઓ અંગે વ્યાપક છણાવટ કરીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter