એર ઇન્ડિયાની અમદાવાદ-લંડન-નેવાર્ક નોન સ્ટોપ ડાયરેક્ટ ફ્લાઇટને જોરદાર સફળતા

Tuesday 23rd August 2016 13:08 EDT
 
 

આપણે સૌ લાંબા સમયથી ચાતક નજરે રાહ જોઇ રહ્યા હતા તે એર ઇન્ડિયાની અમદાવાદની નોન સ્ટોપ ડાયરેક્ટ ફ્લાઇટને જોરદાર સફળતા સાંપડી રહી છે. અમદાવાદથી લંડન અને ત્યાંથી અમેરિકાના નેવાર્ક જતી આ નોન સ્ટોપ ડાયરેક્ટ ફ્લાઇટ માટે એર ઇન્ડિયા દ્વારા ખૂબ જ સગવડદાયી ડ્રીમલાઇનર પ્લેન ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે.

અમદાવાદ જવા માટેની ડાયરેક્ટ ફ્લાઇટ દર મંગળવાર, ગુરૂવાર, શનિવાર અને રવિવારે ઉપડે છે અને અત્યારે વિવિધ એજન્ટ્સ પાસેથી ટિકીટનો દર £399ની આસપાસનો રાખવામાં આવ્યો છે. જ્યારે લંડનથી અમેરિકાના નેવાર્ક જવા માટેની ડાયરેક્ટ ફ્લાઇટ સોમવાર, બુધવાર અને શુક્રવારે ઉપડે છે જેની ટિકીટનો દર £339ની આસપાસ છે.

એર ઇન્ડિયાના રીજનલ મેનેજર યુકે અને યુરોપ સુશ્રી તારા નાયડુએ જણાવ્યું હતું કે 'હીથરો ટર્મીનલ ફોર પરથી ઉપડતી અમદાવાદ – લંડન – નેવાર્ક નોન સ્ટોપ ડાયરેક્ટ ફ્લાઇટને પ્રવાસીઅો તરફથી જોરદાર સહકાર મળી રહ્યો છે. પહેલા દિવસે તા. ૧૬ના રોજ ઉપડેલી ફ્લાઇટમાં અમદાવાદ જવા માટે મુસાફરોએ આભૂતપૂર્વ ધસારો કર્યો હતો અને ઘણાં મુસાફરોને પરત જવું પડ્યું હતું અને હતાશ થયા હતા.'

સુશ્રી નાયડુએ અમદાવાદની નોન સ્ટોપ ડાયરેક્ટ ફ્લાઇટ માટે ઝૂંબેશ ચલાવનાર અને સહયોગ આપનાર 'ગુજરાત સમાચાર'ના તંત્રી-પ્રકાશક શ્રી સીબી પટેલ, COO લીજી જ્યોર્જ, ન્યુઝ એડિટર કમલ રાવ અને સર્વે સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી આ નોન સ્ટોપ ફ્લાઇટને આગામી વર્ષોમાં પણ સફળતા મળે તે માટે સહયોગ આપવા અપીલ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter