લંડનઃ એર ઇન્ડિયાએ આ અહેવાલો પર કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો પરંતુ નામ નહીં આપવાની શરતે એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતદેહોની ઓળખ પ્રક્રિયામાં એર ઇન્ડિયા સામેલ નહોતી. આ સમગ્ર પ્રક્રિયા હોસ્પિટલ દ્વારા કરાઇ હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ પ્રક્રિયા વૈજ્ઞાનિક ધોરણે કરાઇ હતી.