એર્ડિંગ્ટનમાં ઇમિગ્રેશન અધિકારીઓનો દરોડો, 4ની ધરપકડ

Tuesday 14th January 2025 08:53 EST
 

લંડનઃ બર્મિંગહામના એર્ડિંગ્ટનની હાઇ સ્ટ્રીટ ખાતેના કાર વોશ બિઝનેસ અને શોપ્સ પર વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે દરોડો પાડી ચાર વ્યક્તિની ઇમિગ્રેશન અપરાધોની શંકાના આધારે ધરપકડ કરી હતી. આ દરોડામાં પોલીસની સાથે ઇમિગ્રેશન અધિકારીઓ પણ સામેલ થયાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે, એર્ડિંગ્ટનમાં ગેરકાયદેસર કામ કરી રહેલા લોકોને ઝડપી લેવા ઓપરેશન ફિયરલેસ અંતર્ગત પોલીસ અને ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter