લંડનઃ બ્રિટનના અશ્વેત અને એશિયન પોલીસ અધિકારીઓના અગ્રણી સામે એક ટ્વીટના મામલે તપાસ શરૂ કરાઇ છે. નેશનલ બ્લેક પોલીસ એસોસિએશનના પ્રમુખ ચીફ ઇન્સ્પેક્ટર એન્ડી જ્યોર્જે જણાવ્યું હતું કે, મારી સિમે મિસકન્ડક્ટની તપાસ વાણી સ્વતંત્રતાને રૂંધનારી છે. જ્યોર્જે એક નિઃશસ્ત્ર વ્યક્તિની ગોળી મારીને હત્યા કરનાર ફાયરઆર્મ્સ ઓફિસર માર્ટિન બ્લેકને જ્યુરી દ્વારા નિર્દોષ છોડવા પર ટ્વીટ કર્યું હતું.
જ્યોર્જે તેમના ટ્વીટમાં બ્લેક અને અશ્વેત તથા એશિયન અધિકારીઓ સાથે કરાતા વ્યવહારની સરખામણી કરી હતી. ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે, શ્વેત પોલીસ અધિકારીઓ કરતાં અશ્વેત અને એશિયન અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં વધુ લેવાય છે.