એશિયન પ્રવાસીઓની મજાક ઉડાવનાર બ્રિટિશ એરવેઝની બે ક્રુ મેમ્બરની હકાલપટ્ટી

બંનેએ ચીની પરિવારની મજાક ઉડાવતો વીડિયો ટિકટોક પર પોસ્ટ કર્યો હતો

Tuesday 26th March 2024 10:29 EDT
 
 

લંડનઃ એશિયન પ્રવાસીઓની મજાક ઉડાવતો રેસિસ્ટ વીડિયો ટિકટોક પર પોસ્ટ કરનાર બ્રિટિશ એરવેઝના બે ક્રુ મેમ્બરની હકાલપટ્ટી કરાઇ છે. બ્રિટિશ એરવેઝના ખર્ચે એન્ટિગુઆમાં એક લક્ઝરી રિસોર્ટ હોટલમાં રોકાણ દરમિયાન હોલી વોલ્ટન અને લૌરેન બ્રે દ્વારા આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં બંને ક્રુ મેમ્બરને અંગ્રેજીનું ઓછું જ્ઞાન ધરાવતા અને ફ્લાઇટમાં ડ્રિંકની માગ કરનાર ચીની પરિવારની મજાક ઉડાવતા જોઇ શકાય છે.

આ વીડિયો પોસ્ટ થયા બાદ બંને ક્રુ મેમ્બરના સહકર્મચારીઓએ આઘાત અને ધૃણાની લાગણી વ્યક્ત કરી હતી. એક કર્મચારીએ જણાવ્યું હતું કે, બંને મહિલા ક્રુ મેમ્બર ચીની પરિવારની જાણીજોઇને મજાક ઉડાવી રહી હતી. તેમણે સૌથી બદતર સંદેશો પાઠવ્યો છે. એક અન્ય એશિયન સ્ટાફ મેમ્બરે જણાવ્યું હતું કે મને આ વીડિયો જોવાની પણ ઇચ્છા થતી નથી. તે જોઇનેમનેમારી એરલાઇન અને મારા સહયોગીઓ પર સવાલો ઊભા થાય છે. તેમની સામે પગલાં લેવાવા જ જોઇએ. અમે તેમના કૃત્ય સાથે સહમત નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter