લંડન
સ્કોટલેન્ડમાં વિદાય લઇ રહેલા નિકોલા સ્ટરજિઓનનું સ્થાન પ્રાપ્ત કરવા સ્કોટલેન્ડ નેશનાલિસ્ટ પાર્ટીની લીડરશિપ રેસમાં 3 ઉમેદવારો વચ્ચે જંગ લડાશે. કેટ ફોર્બ્સ, એશ રીગન અને હમઝા યુસુફના ઉમેદવારી પત્રો સ્વીકારી લેવામાં આવ્યાં છે. 13મી માર્ચથી સિંગલ ટ્રાન્સફરેબલ સિસ્ટમ દ્વારા મતદાનનો પ્રારંભ થશે અને 27 માર્ચે પરિણામ જાહેર કરાશે. ઉમેદવારી માન્ય ઠેરવવા માટે ઉમેદવારોએ ઓછામાં ઓછી 20 સ્થાનિક પાર્ટી શાખાઓમાંથી 100 સમર્થનપત્રો હાંસલ કરવાના હતા. એશ રીગન છેલ્લી ઘડીએ લીડરશિપ રેસમાં જોડાયાં હતાં. શુક્રવારની ડેડલાઇનના થોડા સમય પહેલાં જ તેમણે ઉમેદવારીની જાહેરાત કરી હતી. તેમણે નિકોલાના પતિ પીટર મ્યુર્રેલની ઉમેદવારીને હિતોનો ટકરાવ ગણાવી હતી.


