એસેક્સના ક્રિકેટર રોબિન દાસની સામે બળાત્કારના આરોપસર કેસ ચાલશે

2024ની ઘટનાની 9 ઓક્ટોબરથી કોર્ટમાં સુનાવણી

Tuesday 29th September 2026 10:50 EDT
 
 

લંડનઃ એસેક્સના ક્રિકેટર 24 વર્ષીય રોબિન દાસની ગયા વર્ષે બળાત્કારના આરોપસર ધરપકડ કરાઇ હતી અને ત્યારબાદ 23 જુલાઈ 2026ના રોજ તેની સામે ઔપચારિક રીતે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તેને શુક્રવાર 9 ઓક્ટોબરે ઇનર લંડન ક્રાઉન કોર્ટ સમક્ષ હાજર થશે.

મેટ્રોપોલિટન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 30 માર્ચ 2024ના રોજ બ્રિક્સ્ટન વિસ્તારમાં એક મહિલા પર બળાત્કાર થયો હોવાની ફરિયાદ મળ્યા બાદ 27 ઓગસ્ટ 2025ના રોજ હાથ ધરાયેલી તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. પીડિત મહિલાને નિષ્ણાત અધિકારીઓ દ્વારા સતત સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

ઈસ્ટ લંડનના લેટનસ્ટોનમાં જન્મેલા અને વોલ્થમ ફોરેસ્ટમાં રહેતા દાસે 2020માં એસેક્સ કાઉન્ટી માટે ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં કાઉન્ટી માટે ત્રણેય ફોર્મેટમાં મળીને 62 વ્યાવસાયિક મેચો રમી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter