એસેક્સમાં ફક્ત 60 સેકન્ડમાં 7,00,000 પાઉન્ડની પાંચ લક્ઝરી કારની ચોરી

Wednesday 14th December 2022 05:40 EST
 

લંડન

યુકેના એસેક્સમાં ફક્ત 60 સેકન્ડમાં 7,00,000 પાઉન્ડની પાંચ લક્ઝરી અને અલભ્ય કારની ચોરી થઇ હતી. આ કારોમાં પોર્શ અને એરિયલ એટમ જેવી બ્રાન્ડની કાર સામેલ હતી. એસેક્સ પોલીસ દ્વારા 1 મિનિટ અને 15 સેકન્ડનો વીડિયો જારી કરાયો છે જેમાં 11 નવેમ્બરના રોજ લૂટારા આરામથી કાર ચોરીને પલાયન થતા જોઇ શકાય છે. એસેક્સ પોલીસના જણાવ્યા અનુસાર લૂટારાઓએ ફક્ત 60 સેકન્ડમાં આ કારોની ચોરી કરીને પલાયન થઇ ગયાં હતાં. ચોરીની સમગ્ર ઘટના ફેક્ટરીના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. એસેક્સ પોલીસે જણાવ્યું છે કે 11 નવેમ્બરના રોજ બુલફાનમાં બ્રેન્ટવૂડ રોડ ખાતે આવેલી ફેક્ટરીમાં લૂટારા ઘૂસ્યા હતા અને લક્ઝરી કારો સાથે પલાયન થઇ ગયાં હતાં. અમે આ ઘટનાની તપાસ કરી રહ્યાં છીએ. જો તમે કોઇપણ શંકાસ્પદ વસ્તુ જોઇ હોય તો પોલીસને માહિતી આપશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter