ઓંગાર ખાતે સેસના દુર્ઘટનામાં ડાયલન પટેલ અને વામશી મંડલાના મોત થયાં હતાં

એસેક્સ પોલીસે મૃતકોની ઓળખ જાહેરકરી

Tuesday 18th August 2026 13:29 EDT
 

લંડનઃ પૂર્વ ઈંગ્લેન્ડ સ્થિત ઓંગાર ખાતે 30 જૂનના રોજ સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બે વ્યક્તિઓની ઓળખ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં મૃત્યુ પામનાર પેસેન્જર 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થી વામશી મંડલા અને પાયલટ 26 વર્ષીય ભારતીય મૂળના ડાયલન પટેલ હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, વામશી મંડલાએ યુનિવર્સિટીનો અભ્યાસ પૂર્ણ થયો હોવાની ખુશી વ્યક્ત કરવા માટે નોર્થ વીલ્ડ એરફિલ્ડ પરથી શોર્ટ ફ્લાઈંગ એક્સપિરિયન્સ ફ્લાઈટ બુક કરી હતી. તેઓએ સેસના 2-સીટર વિમાનમાં ઉડાન ભરી હતી, જેના થોડા જ સમય બાદ આ કરૂણ દુર્ઘટના ઘટી હતી. બંને વ્યક્તિઓના સ્થળ પર જ મલ્ટિપલ ઈન્જરીના કારણે મોત થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter