ઓક્ટોબરથી 3 બેનિફિટ્સ મેળવતા કરચોરોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરાશે

Tuesday 04th August 2026 12:48 EDT
 
 

લંડનઃ ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ આગામી ઓક્ટોબરથી એક નવો કડક નિયમ અમલમાં મૂકવા જઈ રહ્યું છે, જે હેઠળ ડિપાર્ટમેન્ટ પાસે બાકી નીકળતી રકમ પરત ન કરનારા વ્યક્તિઓના ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાની સત્તા રહેશે.

આ કાર્યવાહી ખાસ કરીને સૌથી વધુ ફ્રોડ દર ધરાવતી ત્રણ મુખ્ય યોજનાઓ યુનિવર્સલ ક્રેડિટ, પેન્શન ક્રેડિટ અને ઈએસએના લાભાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સુધારાનો હેતુ એવા લોકો પાસેથી નાણાં વસૂલવાનો છે જેઓ હવે સરકારી લાભો લેતા નથી પરંતુ હજુ પણ DWPનું દેવું ચૂકવવાનું ટાળી રહ્યા છે.

આ પગલું માત્ર એવા કિસ્સાઓમાં જ લેવાશે જ્યાં દેવાની રકમ 1,000 પાઉન્ડથી વધુ હોય અને અદાલતને ખાતરી થાય કે વ્યક્તિ પાસે નાણાં ચૂકવવાની ક્ષમતા હોવા છતાં ઈરાદાપૂર્વક દેવું ચૂકવ્યું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter