ઓક્ટોબરથી Pin વિના ૧૦૦ પાઉન્ડ ખર્ચો

Wednesday 08th September 2021 04:59 EDT
 

લંડનઃ ઓક્ટોબર ૧૫થી તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર Pin નાખ્યા વિના જ તમે ૧૦૦ પાઉન્ડનો ખર્ચ કરી શકશો. માર્ચ મહિનાના બજેટમાં એક ટ્રાન્ઝેક્શનમાં કોન્ટેક્ટલેસ લિમિટ વધારવાની જાહેરાત કરી હતી પરંતુ, તેની તારીખ હવે જાહેર કરાઈ છે. ગયા વર્ષે મહામારી દરમિયાન બ્રિટનમાં આ મર્યાદા ૩૦ પાઉન્ડથી વધારી ૪૫ પાઉન્ડની કરાઈ હતી.

ઈયુ છોડ્યા પછી બ્રિટન પોતાના માર્ગે આગળ વધી રહ્યું છે તેના ઉદાહરણ તરીકે બ્રિટિશરો ૧૫ ઓક્ટોબરથી સિંગલ ટ્રાન્ઝેક્શન કોન્ટેક્ટલેસ લિમિટ વધારી રહ્યું છે. ઈયુ દેશો માટે આ મર્યાદા ૫૦ યુરો અથવા ૪૫ પાઉન્ડની છે. બેન્કિંગ ટ્રેડ સંસ્થા યુકે ફાઈનાન્સના જણાવ્યા મુજબ મે મહિનામાં કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સની સંખ્યા ૧.૧ બિલિયન થઈ હતી જેનું મૂલ્ય ૧૩.૬ બિલિયન પાઉન્ડ હતું જે ૨૦૧૯માં આ જ મહિનામાં ખર્ચાયેલા ૬.૭ બિલિયન પાઉન્ડના બમણા કરતાં વધુ હતું. મે મહિનામાં તમામ કાર્ડ પેમેન્ટ્સમાંથી ૬૨ ટકા કોન્ટેક્ટલેસ હતા.

બીજી તરફ, ઊંચી મર્યાદાએ વિવાદ પણ જગાવ્યો છે. યુકે ફાઈનાન્સ દ્વારા પ્રશ્ન કરાયેલા પાંચમાંથી માત્ર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ૪૫ પાઉન્ડની મર્યાદા ઘણી ઓછી છે. ૬૨ ટકાએ ૪૫ પાઉન્ડની મર્યાદા યોગ્ય જ્યારે ૧૩ ટકાએ તેને ઘણી ઊંચી ગણાવી હતી. ડિજિટલ બેન્ક સ્ટારલિંગ તેના કસ્ટમર્સને ઊંચી મર્યાદાનો વિકલ્પ છોડવાની પરવાનગી આપશે જ્યારે HSBCએ FCAને જણાવ્યું હતું કે જો ગુનામાં વધારો થાય તો તે ૧૦૦ પાઉન્ડની મર્યાદા ઘટાડવાનું શક્ય બનાવવા માગશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter