લંડનઃ ચણા અને ચણાની દાળ સહિત ૬૦૦થી વધારે નવા શબ્દને ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરી (OED)માં સામેલ કરાયા છે. દર ત્રણ મહિને OEDમાં લાઈફસ્ટાઇલ અને કરન્ટ અફેર્સ સાથે જોડાયેલા નવા શબ્દોને સામેલ કરવામાં આવે છે.
ટેનિસ સાથે સંકળાયેલા શબ્દોમાં 'ફોર્સ્ડ એરર' (Forced Error) અને બગેલ (Bagel)ને સ્થાન મળ્યું છે. ટેનિસની મેચમાં ૬-૦ના સ્કોર માટે 'બગેલ' વર્ડનો ઉપયોગ કરાય છે. બગેલ (ગોલ બ્રેડ)નો આકાર ઝીરો જેવો હોય છે, તેથી આ કન્ડિશનને બગેલ કહે છે.
અન્ય શબ્દોમાં ફૂટલેસ (Footless) અને સ્વિમર (Swimmer)નો પણ સમાવેશ થયો છે. ફૂટલેસનો અર્થ વધારે શરાબ પીધા બાદ લથડિયાં ખાવાં અને સ્વિમર શબ્દનો સ્પર્મ માટે ઉપયોગ થઈ રહ્યો છે. વૉક (Woke) અને પોસ્ટ ટ્રૂથ (Post Truth) શબ્દોને પણ ડિક્શનરીમાં સ્થાન મળ્યું છે.

