લંડનઃ સૌથી વધુ વયના નોબેલ વિજેતા બનેલા ૯૭ વર્ષીય જહોન ગુડેનફે ૬૫ વર્ષની વયે તેમને રિટાયર થવાની ફરજ પાડી હતી તે બદલ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ટીકા કરી હતી. પોર્ટેબલ ઈલેક્ટ્રોનિક્સને ચલાવવામાં ક્રાંતિ સર્જનાર લીથીયમ બેટરીની શોધમાં મદદરૂપ થવા બદલ તેમને કેમીસ્ટ્રી માટે નોબેલ પ્રાઈઝ અપાયું હતું.
તેઓ હાલ પણ ઓસ્ટિનની યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં કાર્યરત છે. રિટાયરમેન્ટની ઉંમરે નોકરી ગુમાવવી પડશે તેવું સમજીને તેમણે ૩૩ વર્ષ અગાઉ ઓક્સફર્ડ યુનિવર્સિટી છોડી દીધી હતી. તાજેતરમાં જ તેમને લંડનમાં રોયલ સોસાયટી તરફથી વિશ્વનો સૌથી જૂનો સાયન્ટિફિક એવોર્ડ ‘કોપ્લે મેડલ’ એનાયત કરાયો હતો.


