ઓક્સફર્ડ બેઠક પર ડો. વિનય રણિગાની ટોરી ઉમેદવાર તરીકે પસંદગી

Tuesday 19th December 2023 12:17 EST
 
 

લંડનઃ બ્રિટનમાં ડેન્ટલ તબીબોને તાલીમ આપવા એજ્યુકેશનલ ચેરિટીની સ્થાપના કરનાર ભારતીય મૂળના બ્રિટિશ ડોક્ટર વિનય રણિગાની આગામી વર્ષે યોજાનારી સંસદની ચૂંટણી માટે ઓક્સફર્ડ બેઠક પરથી ટોરી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી કરાઇ છે. ડો. રણિગાએ સોશિયલ મીડિયા પર પોતાની પસંદગી અંગે જાહેરાત કરી હતી. રણિગાએ જણાવ્યું હતું કે, હું જાહેર આરોગ્ય માટે મારા કામને આગળ વધારીશ. ડો. રણિગાએ પ્રચાર અભિયાનનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે, જાહેર સેવા એ ગંભીર જવાબદારી છે. અત્યાર સુધી હું એનએચએસમાં દર્દીઓની સેવા કરતો આવ્યો છું અને હવે ઓક્સફર્ડ વેસ્ટ અને એબિંગ્ડનમાં કામ કરવાનો સમય છે. આ મતવિસ્તારના લોકોએ મારા પર વિશ્વાસ મૂકયો તેના માટે ગૌરવ અને સન્માનની લાગણી અનુભવું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter