ઓક્સફર્ડ યુકેના ટોપ-૨૦ સિટીમાં પ્રથમ અને રીડિંગ બીજા ક્રમે રહ્યું

Sunday 24th November 2019 02:12 EST
 
 

લંડનઃ દક્ષિણ ઈંગ્લેન્ડના ઓક્સફર્ડ અને રીડિંગ યુકેના ટોપ-૨૦ શહેરોમાં ટોચના સ્થાનોએ આવ્યાં છે જ્યારે સૌથી વધુ સુધારા સાથેનું શહેર બ્રેડફોર્ડ છે. પ્રાઈસવોટરકૂપર અને ડેમોસ થિન્કટેન્કના ‘ગ્રોથ ફોર સિટીઝ’ રિપોર્ટ અનુસાર મુખ્યત્વે નોકરીઓ, આરોગ્ય અને ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે આ બે શહેર સતત ચાર વર્ષથી ટોચના સ્થાનોએ આવતા રહ્યા છે. યોર્કશાયરના બ્રેડફોર્ડની આર્થિક પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારા ઉપરાંત, બેરોજગારીમાં પણ ઘટાડો નોંધાયો છે.

વર્ક-લાઈફની સમતુલા, આવક, ટ્રાન્સપોર્ટ અને કૌશલ્ય જેવાં બેનિફિટ્સના કારણે ઓક્સફર્ડ પ્રથમ સ્થાન લઈ ગયું છે. કમાણી અને મકાનના નીચા ભાવના રેશિયો, આવકની અસમાનતા તેમજ નવા બિઝનેસીસની સ્થાપનામાં ઘટાડાના કારણે સ્કોર નીચો રહેતા રીડિંગ બીજા સ્થાને છે. બીજી તરફ, તાજેતરના વર્ષોમાં બ્રેડફોર્ડની આર્થિક હાલત સુધરી રહી છે અને તેની બેરોજગારીનો દર ૨૦૧૫માં ૧૦ ટકા જેટલો ઊંચો હતો તે ૨૦૧૮માં સુધરીને ૪.૧ ટકા થયો છે.

લંડન સિટીએ ટોપ-૨૦માં સ્થાન મેળવ્યું છે પરંતુ, તેનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. વ્યક્તિદીઠ નવા બિઝનેસીસ, આવક અને કૌશલ્યોમાં સારો દેખાવ કર્યો છે પરંતુ, આવકની સામે મકાનની કિંમતો, માલિકીનો કબજો અને ટ્રાન્સપોર્ટના ક્ષેત્રોમાં તેનો દેખાવ સારો રહ્યો નથી. અભ્યાસમાં ૪૨ શહેરને આવરી નોકરીઓ, આરોગ્ય, આવક, કૌશલ્ય, કામકાજ-જીવન વચ્ચેની સમતુલા, ઘરની પ્રાપ્યતા, કામકાજના સ્થળે જવા લાગતો ટ્રાન્સપોર્ટેશન સમય, આવકની સમાનતા, પર્યાવરણ અને બિઝનેસ સ્ટાટ-અપ્સ સહિતની ૧૦ કેટેગરીમાં તેમના પરફોર્મન્સને ધ્યાનમાં લેવાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter