ઓક્સફર્ડ યુનિ.એ નટાશાનો દાવો ફગાવ્યોઃ

Wednesday 17th December 2014 07:36 EST
 

પૂર્વ મિસ અહમદ તરીકે ઓળખાતી બોલ્ટેરે વાધામ કોલેજની વિદ્યાર્થિની હોવા સાથે પોલિટિક્સ, ફીલોસોફી અને ઈકોનોમિક્સની ડીગ્રી મેળવ્યાનો દાવો કર્યો હતો. Ukip ના જનરલ સેક્રેટરીએ તેની સાથે જાતીય કનડગત કર્યાનો આક્ષેપ મિસ બોલ્ટેરે લગાવ્યો છે. લેબર પાર્ટીમાંથી પક્ષાંતર કરી Ukipમાં આવેલી હાઈ પ્રોફાઈલ ઉમેદવારનો પરિચય સપ્ટેમ્બરમાં પક્ષના ડોનકેસ્ટર કોન્ફરન્સમાં કરાવાયો હતો.

• બ્રિટનમાં ઈમિગ્રન્ટ્સ માટે ઘણી જગ્યાના દાવાથી વિવાદઃ

ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલીટીના અર્થશાસ્ત્રી સ્ટીફન નિકેલે દાવો કર્યો છે કે બ્રિટનમાં ઈમિગ્રન્ટ્સ માટે ઘણી જગ્યા છે. જોકે, પાર્લામેન્ટની ટ્રેઝરી સીલેક્ટ કમિટી સમક્ષ તેમણે સ્વીકાર્યું હતું કે સામૂહિક માઈગ્રેશનથી વેતન સંકોચાય છે તથા જાહેર સેવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર દબાણ સર્જાય છે. જોકે,લોકોની સંખ્યા અંગે મુખ્ય ચિંતા જોઈએ તો બ્રિટનમાં વધુ માઈગ્રન્ટ્સના સમાવેશ માટે પૂરતી જગ્યા છે. કન્ઝર્વેટિવ અને યુકે ઇન્ડિપેન્ડન્સ પાર્ટીના સાંસદોએ નીકેલ પર આકરા પ્રહારો કર્યા હતા અને એક માઈગ્રેશન નિષ્ણાતે તેમની ટિપ્પણીને વાહિયત ગણાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter