ઓક્સફામ ઇન્ડિયાના આર્થિક વ્યવહારોની સીબીઆઇ દ્વારા તપાસનો આદેશ

Tuesday 11th April 2023 14:19 EDT
 

લંડન - બ્રિટન દ્વારા સ્થાપિત 21 ચેરિટેબલ સંસ્થાઓની એકછત્રી સંસ્થા ઓક્સફામની ભારતીય શાખા ઓક્સફામ ઇન્ડિયા દ્વારા ફોરેન કન્ટ્રીબ્યુશન એમેન્ડમેન્ટ એક્ટના કથિત ઉલ્લંઘન માટે ભારત સરકારે સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો છે. ઓક્સફામ સંસ્થા વિશ્વમાં ગરીબી નાબૂદી માટે કામ કરતી સંસ્થા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઓક્સફામ ઇન્ડિયા પર આરોપ છે કે આ કાયદો અમલમાં આવ્યો તેમ છતાં તેના દ્વારા વિદેશમાંથી મળતી સહાયને વિવિધ સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવી હતી. 29 સપ્ટેમ્બર 2020થી અમલમાં આવેલો આ કાયદો આ પ્રકારના આર્થિક વ્યવહારો પર પ્રતિબંધ લાદે છે. આરોપ છે કે ઓક્સફામ ઇન્ડિયાએ કાયદાનું ઉલ્લંઘન કરીને અન્ય એનજીઓને નાણા ટ્રાન્સફર કર્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter