ઓગસ્ટથી જીસીએસઇના પરિણામ ઓનલાઇન મેળવી શકાશે

એજ્યુકેશન રેકોર્ડ એપ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે ઘણું મદદરૂપ બનશે

Tuesday 13th January 2026 10:08 EST
 
 

લંડનઃ ઇંગ્લેન્ડમાં આગામી ઊનાળાથી જીસીએસઇના વિદ્યાર્થીઓને તેમના ફોન પર જ પરીક્ષાનું પરિણામ જોવા મળી રહેશે. ગયા સમરમાં માન્ચેસ્ટર અને વેસ્ટ મિડલેન્ડ્સમાં એજ્યુકેશન રેકોર્ડ એપ દ્વારા 95,000 વિદ્યાર્થી સાથે ટ્રાયલ કરાઇ હતી.

એજ્યુકેશન રેકોર્ડ એપ દ્વારા વિદ્યાર્થી તેમના પરિણામ ડાઉનલોડ કરી ડિજિટલ રેકોર્ડ તરીકે રાખી શકશે. જેથી ભવિષ્યમાં હાયર એજ્યુકેશન અથવા નોકરી માટે અરજી કરતી વખતે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. જોકે વિદ્યાર્થીઓને પરિણામના દિવસે શાળામાં જવા પ્રોત્સાહિત કરાશે જેથી તેઓ સલાહ અને મદદ મેળવી શકે.

વિદ્યાર્થી સવારે 8 કલાકથી શાળઆમાંથી ખાખી કવરમાં તેમના પરિણામ હાંસલ કરી શકશે જ્યારે એપ પર સવારે 11 કલાકે પરિણામ અપલોડ કરાશે. એપ દ્વારા શાળા અને કોલેજોને માહિતી આપવામાં આવશે કે કયા વિદ્યાર્થીને સ્પેશિયલ એજ્યુકેશન નીડ છે, દિવ્યાંગતા છએ અથવા તો તેને ફ્રી સ્કૂલ મીલની જરૂર છે.

ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશનનો અંદાજ છે કે આ યોજનાથી શાળા અને કોલેજોના વર્ષે 30 મિલિયન પાઉન્ડ બચાવી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter