ઓટમ બજેટમાં જાહેર કરાયેલા આવકવેરાના નવા દર એપ્રિલથી લાગુ થશે

એપ્રિલથી સરકારી લાભો અને સ્ટેટ પેન્શનમાં 10.1 ટકાનો વધારો, મિનિમમ વેજ વધીને 10.42 પાઉન્ડ પ્રતિ કલાક

Tuesday 21st March 2023 08:10 EDT
 
 

લંડન

એપ્રિલ મહિનાથી તમારા ખિસ્સા પર અસર કરે તેવા કેટલાક નિર્ણયો અગાઉથી લેવાઇ ગયાં છે. નવેમ્બરમાં ચાન્સેલર જેરેમી હન્ટે કરેલી જાહેરાત અનુસાર સરકાર દ્વારા અપાતા લાભો અને સ્ટેટ પેન્શનમાં એપ્રિલથી 10.1 ટકાનો વધારો થવા જઇ રહ્યો છે. તેવી જ રીતે કોસ્ટ ઓફ લિવિંગ પેમેન્ટ્સની ચૂકવણી નવા વર્ષમાં પણ ચાલુ જ રહેશે. સૌથી મહત્વની બાબત આવકવેરાની છે.

આવકવેરાના સ્લેબ 2028 સુધી સ્થગિત કરવાની જાહેરાત પહેલેથી જ થઇ ચૂકી છે અને એપ્રિલથી આવકવેરાના આ નવા નિયમો પણ લાગુ થઇ રહ્યાં છે. જે અંતર્ગત 12570 પાઉન્ડથી વધુની આવક ધરાવતા લોકોને 20 ટકા અને 50270 પાઉન્ડથી વધુની આવક ધરાવનારાએ 40 ટકા આવકવેરો ચૂકવવો પડશે. એપ્રિલથી 1,25,140 પાઉન્ડની વાર્ષિક આવક ધરાવનારાએ 45 ટકા આવકવેરો ચૂકવવો પડશે. તે ઉપરાંત એપ્રિલથી મિનિમમ વેજ વધીને 10.42 પાઉન્ડ પ્રતિ કલાક થવા જઇ રહ્યો છે. જે હાલ 9.50 પાઉન્ડ પ્રતિ કલાક છે.

એપ્રિલથી અમલમાં આવી રહેલું આવકવેરાનું નવું માળખું

બેઝિક રેટ – 12571થી 50270 પાઉન્ડ – 20 ટકા

હાયર રેટ – 50271થી 1,25,140 પાઉન્ડ – 40 ટકા

એડિશનલ રેટ – 1,25,140 પાઉન્ડથી વધુ – 45 ટકા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter