ઓનલાઇન પ્રેમી સાથે વીડિયો કોલ કરતી પત્નીની હત્યા માટે પતિ દોષી

Tuesday 09th July 2024 14:10 EDT
 

લંડનઃ ઓનલાઇન પ્રેમી સાથે વીડિયો કોલ પર વાત કરી રહેલી પત્નીની હત્યા કરવા માટે ઇર્ષાળુ પતિને દોષી ઠેરવવામાં આવ્યો છે. ઇસ્ટ લંડનમાં રહેતા અમિનાન રેહમાને તેની પત્ની સુમા બેગમને ઓનલાઇન રિલેશનશિપ હોવાનું જાણ્યા બાદ ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. સુમા બેગમ ક્યારેય આ વ્યક્તિને રૂબરૂમાં મળી નહોતી. વીડિયો કોલ ચાલી રહ્યો હતો ત્યારે સુમા બેગમ તેના એક સંતાન સાથે બેડરૂમમાં હતી. સુમા બેગમના ઓનલાઇન પ્રેમી શાહિન મિયાએ ઓલ્ડ બેઇલી ખાતે અદાલતમાં જણાવ્યું હતું કે, રહેમાન મને એમ કહી રહ્યો હતો કે સુમા મને ઇચ્છતી નથી અને હું તેની હત્યા કરી નાખીશ, હું બધાને મારી નાખીશ. અબુધાબીમાં રહેતા શાહિને જણાવ્યું હતું કે હું રેહમાનને વિનંતી કરી રહ્યો હતો કે સુમાએ કશું ખોટું કર્યું નથી અને મેં પણ તેની સાથે કોઇ ખરાબ કામ કર્યું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter