લંડનઃ બ્રોડકાસ્ટર જીબી ન્યૂઝના ઓનલાઈન ઓડિયન્સમાં વધારો થવા સાથે તેની આવકમાં 40 ટકાની ખોટ નોંધાઈ છે. GB Newsની વિમાસણ એવી છે કે તેના માલિકોએ મિલિયન્સ પાઉન્ડ કંપનીમાં નાખવા છતાં, 6.7 મિલિયન ની રેવન્યુ મળી છે અને તેની ખોટ 42.4 મિલિયન પાઉન્ડની થઈ છે.
કંપનીએ જણાવ્યું હતું કે તેના ઓડિયન્સમાં ભારે તેજી નોંધાઈ છે અને ખાસ કરીને ઓનલાઈન પેજીસના ઓડિયન્સમાં પાંચ ગણો વધારો જોવા મળ્યો છે. મે 2022ના અંતે ટેક્સ પહેલાની ખોટ 30.7 મિલિયન પાઉન્ડ હતી તે એક વર્ષ પછી વધીને 42.4 મિલિયન પાઉન્ડ થઈ હતી.
હેજ ફંડ મિલિયોનેર સર પૌલ માર્શલના ટેકા સાથેની પેરન્ટ કંપની ઓલ પર્સ્પેક્ટિવ લિમિટેડે ગયા વર્ષે 41 મિલિયન પાઉન્ડ આપ્યા હતા તેની સાથે કુલ અપાયેલી રકમ 83.8 મિલિયન પાઉન્ડના આંકડે પહોંચી છે.

