ઓપરેશન બ્લૂ સ્ટારઃ યુકેની ભૂમિકાની તપાસની માગ

Tuesday 21st February 2017 14:37 EST
 

લંડનઃ યુકે ખાતેના શીખ ફેડરેશને ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ (FCO)ને પત્ર પાઠવીને ભારતમાં ૧૯૮૪ના બ્લૂ સ્ટાર ઓપરેશનમાં બ્રિટનની કથિત સંડોવણીની જાહેર તપાસની માગણી કરી છે. પત્રમાં જણાવાયું હતું કે આક્ષેપોની અસરકારક અને પારદર્શક રીતે તપાસ થાય તે મહત્ત્વનું છે.

FCO એ ગત ૨ ફેબ્રુઆરીએ જવાબ મોકલ્યો હતો કે તેમણે ઉઠાવેલા મુદ્દા પર વિચારણા થઈ રહી છે અને ટૂંક સમયમાં સંપૂર્ણ પ્રત્યુત્તર મળી જશે. દરમિયાન, યુકેના વિપક્ષના લેબર નેતા જેરેમી કોર્બીને જણાવ્યું હતું કે,‘ જાન્યુઆરી, ૨૦૧૪ના રિવ્યુની વાસ્તવિકતા અને અસરકારકતા વિશે વ્યક્ત કરાયેલી ચિંતાને જોતા મને લાગે છે કે બ્રિટિશ ઈતિહાસના આ પ્રકરણમાં નવેસરથી નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ૩૦ વર્ષ અગાઉ બનેલી આ ઘટનામાં બ્રિટને ભજવેલી ભૂમિકાનો પ્રશ્ર વણઉકલ્યો રહ્યો છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter