લંડનઃ બ્રિટનમાં પહેલીવાર ઓફસ્ટેડના ચેરમેન તરીકે એક રિલિજિયસ સ્કૂલ લીડરની નિયુક્તિ કરાઇ છે. ઓફસ્ટેડના વિદાય થઇ રહેલા ચેરમેન ડેમ ક્રિસ્ટિન રાયનના સ્થાને નવી નિયુક્તિ ન થાય ત્યાં સુધી સર હમીદ પટેલની વચગાળાના ચેરમેન તરીકે નિયુક્તિ કરાઇ છે.
સર હમીદ પટેલ સ્ટાર એકેડેમિઝ ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ છે. તેમના ટ્રસ્ટ દ્વારા કેટલીક ઇસ્લામિક, ક્રિશ્ચિયન અને ગ્રામર સ્કૂલ સહિત 40 પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલનું સંચાલન કરવામાં આવે છે. તેમની કેટલીક સંસ્થાઓને તો ઓફસ્ટેડ દ્વારા આઉટ સ્ટેન્ડિંગનું રેટિંગ પણ અપાયું છે.
સર હમીદ પટેલ વર્ષ 2019થી ઓફસ્ટેડના બોર્ડના સભ્ય રહ્યાં છે. તેઓ બ્લેકબર્નની તઉહીદુલ ઇસ્લામ ગર્લ્સ હાઇસ્કૂલના હેડ ટીચર તરીકે પણ સેવા આપી ચૂક્યાં છે.