લંડનઃ ઓમિક્રોન વેરિઅન્ટના વધી ગયેલા ફેલાવા અંગે ચિંતાના માહોલ વચ્ચે વડા પ્રધાન બોરિસ જહોન્સને ઈંગ્લેન્ડમાં કોરોના વાઈરસના નિયમોને વધુ કડક બનાવ્યા હતા. બુધવારે સાંજે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આ શિયાળામાં કોવિડ – ૧૯નો સામનો કરવા માટે પ્લાન બી હેઠળનાં સરકારના પગલાંની જાહેરાત કરી હતી.
ઈંગ્લેન્ડમાં જે નવા કોવિડ નિયંત્રણો લાગૂ કરવામાં આવશે
• તેમાં સોમવારથી જે લોકો કરી શકે તેમના માટે વર્ક ફ્રોમ હોમનો આદેશ ફરી અમલમાં મૂકાયો હતો.
• મોટાભાગના જાહેર ઈન્ડોર સ્થળોએ શુક્રવારથી ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવાયું છે. જોકે, જ્યાં વ્યવહારિક ન હોય તેવા કેટલાંક અપવાદો જેમ કે ખાતી વખતે, પાણી પીતા અથવા એક્સરસાઈઝ કરતા તથા ગાતા સમયે માસ્ક પહેરવામાંથી મુક્તિ અપાશે.
• સામાન્ય રીતે વેક્સિન પાસપોર્ટ તરીકે ઓળખાતા NHS COVID પાસને એક અઠવાડિયાની અંદર નાઈટ ક્લબો તેમજ જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હોય ત્યાં ફરજિયાત બનાવવામાં આવશે. લોકો પાસ તરીકે દર્શાવવા બે વેક્સિન લીધાનો પૂરાવો અથવા લેટરલ ફ્લો ટેસ્ટનું નેગેટિવ રિઝલ્ટ હોય તેનો ઉપયોગ કરી શકશે.#• ઓમીક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીના સંપર્કોના લોકોને આઈસોલેસનને બદલે જે દરરોજ ટેસ્ટ કરવાજોકે, જહોન્સને ભારપૂર્વક જણાવ્યું હતું કે નવા પગલાં લોકડાઉન નથી અને લોકોએ ક્રિસમસ પાર્ટી અથવા નેટિવિટી પ્લે રદ કરવા નહીં.
વડા પ્રધાને જણાવ્યું કે સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં દેખાયેલો ઓમીક્રોન અગાઉના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે અને દુનિયાભરમાં તે ઝડપથી ફેલાઈ રહ્યો છે.
તેમણે ઉમેર્યું કે કોવિડ નિયંત્રણના વધુ સખત પગલાં લેવા તે યોગ્ય અને જવાબદારીભરી બાબત છે.
અગાઉ બુધવારે યુકેમાં ઓમીક્રોનના નવા ૧૩૧ કેસ નોંધાયા હતા, તે સાથે કુલ આંક ૫૬૮ થયો હતો. યુકેમાં બેથી ત્રણ દિવસમાં ઓમીક્રોનના કેસોની સંખ્યા બમણી થવાના પૂરાવા સાથે જહોન્સને ચેતવણી આપી હતી કે ઓમીક્રોનના કેસોનો ચોક્કસ આંકડો તેનાથી ખૂબ ઉંચો હશે.


