લંડનઃ મોડર્ના ફાર્માસ્યુટિકલના સીઈઓએ ચેતવણી આપી છે કે વર્તમાન વેક્સિનથી ઉભી થતી એન્ટિબોડીઝની અસરકારકતા નવા ઓમિક્રોન વેરિએન્ટ સામે આઠ ગણી ઓછી રહેશે. મોડર્ના દ્વારા આ વેરિએન્ટ પર સંશોધન ચાલી રહ્યું છે ત્યારે વર્તમાન વેક્સિન્સ આ વેરિએન્ટ સામે પૂરતા સક્ષમ નહિ નીવડે તેમ કહેવાયું છે.
મોડર્નાના સીઈઓ સ્ટીફાન બાન્સેલે જમાવ્યું હતું કે આપણે બે મુખ્ય બાબતો વિશે જાણતા નથી. એક તો વેક્સિનની કાર્યક્ષમતા અને નવા વેરિએન્ટની વેક્સિન એફિકેસી પરની અસર. આગામી બે સપ્તાહમાં તેના વિશે જાણકારી મળી શકશે. ઓમિક્રોન વેરિએન્ટ કોવિડના ડેલ્ટા વેરિએન્ટ કરતાં વધુ ચેપી હોવાનું અમે માનીએ છીએ. તેના મ્યુટેશન્સનું લેવલ એચલું ઊંચુ છે કે તમામ વેક્સિન્સની કાર્યક્ષમતા કે અસરનું પ્રમાણ નીચું રહેશે તેમ પણ બાન્સેલે કહ્યું હતું.

