ઓર્કને આઈલેન્ડ્સ યુકેમાં રહેવા માટે શ્રેષ્ઠ કન્ટ્રીસાઈડ્સમાં પ્રથમ

- Monday 03rd April 2017 10:44 EDT
 
 

લંડનઃ યુકેના ગ્રામીણ કે કન્ટ્રીસાઈડ વિસ્તારોમાં શ્રેષ્ઠ ગુણવત્તાસભર જીવન જીવવા માટેના ૫૦ સ્થળોમાં ઓર્કને આઈલેન્ડ્સ પ્રથમ સ્થાને આવે છે. શિક્ષણ, ક્રાઈમનો ઓછો દર અને આરામ સંદર્ભે ધ ઓર્કને આઈલેન્ડ્સ મેદાન મારી જાય છે. વાર્ષિક હેલિફેક્સ સર્વેમાં વેસ્ટ મિડલેન્ડ્સનું વીચાવોન બીજા સ્થાને તેમજ ઈસ્ટ મિડલેન્ડ્સનું ડર્બીશાયર ડેલ્સ ત્રીજા સ્થાને છે. આ સર્વેમાં શિક્ષણ, ક્રાઈમ દર, આરામ, નિવાસીઓનું આરોગ્ય, અપેક્ષિત આયુષ્ય સહિતના પરિબળો ધ્યાને લેવાયાં હતાં.

સ્કોટલેન્ડના ઉત્તર કિનારાથી દૂર અંતરિયાળ વગડાઉ દ્વીપસમૂહ ધ ઓર્કને આઈલેન્ડ્સ નોકરીઓ અને કમાણી તેમજ ચિંતાના ઓછાં સ્તરમાં પણ આગળ હતું. અહીં જગ્યા અમાપ છતાં બ્રિટનમાં સૌથી નાના મકાનો પણ અહીં છે. બીજા ક્રમના વોર્સેસ્ટરશાયરના વીચાવોનમાં પુરુષ અને સ્ત્રીનું અપેક્ષિત આયુષ્ય અનુક્રમે ૮૧.૨ વર્ષ અને ૮૪.૫ વર્ષ છે. કાર્બન ડાયોક્સાઈડનું ઓછું પ્રમાણ, ૭૯ ટકાનો રોજગારદર અહીં જોવાં મળે છે.

રહેવા માટે શ્રેષ્ઠ પ્રથમ ૫૦ ગ્રામીણ સ્થળોમાં સાઉથ ઈસ્ટના ૧૧ ડિસ્ટ્રિક્ટ, સાઉથ વેસ્ટના ૯ તેમજ ઈસ્ટ ઓફ ઈંગ્લેન્ડ અને ઈસ્ટ મિડલેન્ડ્સના ૮-૮ ડિસ્ટ્રિક્ટ્સનો સમાવેશ થાય છે. ગયા વર્ષે સાઉથ ઓક્સફર્ડશાયર પ્રથમ સ્થાને હતું. જોકે, આ વર્ષે પબની સંખ્યા તથા હેલ્થ ક્લબ અને આરામગાહોની પ્રાપ્યતાની બે નવી કેટેગરી ઉમેરાયાં પછી તે ૧૦મા સ્થાને ધકેલાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter