ઓર્ગન ડોનેશનઃ અગીમોલ પ્રદીપ એસ્ટર ગાર્ડિયન્સ ગ્લોબલ નર્સિંગ એવોર્ડથી સન્માનિત

આંતરરાષ્ટ્રીય સન્માન સાથે અઢી લાખ ડોલરનો રોકડ પુરસ્કાર એનાયત

Tuesday 15th September 2026 09:58 EDT
 
 

લંડનઃ કિંગ્સ કોલેજ હોસ્પિટલના સીનિયર ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર અગીમોલ પ્રદીપને એસ્ટર ગાર્ડિયન્સ ગ્લોબલ નર્સિંગ એવોર્ડ 2026થી સન્માનિત કરાયા છે. તેમને આ સાથે અઢી લાખ ડોલરનો રોકડ પુરસ્કાર પણ અપાયો છે. દર્દીઓ માટે યોગ્ય અને સુસંગત ડોનર્સ શોધવાના તેમના ભગીરથ કાર્ય માટે આ આંતરરાષ્ટ્રીય સન્માન એનાયત કરાયું છે.

માન્ચેસ્ટર નજીક આવેલી યુનિવર્સિટી ઓફ સેલફોર્ડ ખાતે ઓનરરી સીનિયર લેક્ચરર તરીકે સેવા આપતા પ્રદીપે ઉપહાર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ એશિયન દર્દીઓ માટે ડોનર્સની અછતને દૂર કરવાનો છે. આ પહેલ શરૂ થયા પછી અત્યાર સુધીમાં 10,000થી વધુ સ્ટેમ સેલ ડોનર્સે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

અગીમોલ પ્રદીપના જણાવ્યા મુજબ, વંશીય રીતે સુસંગત ડોનર્સની અછતને કારણે વંશીય લઘુમતી સમુદાયના દર્દીઓને જીવનરક્ષક ટ્રાન્સપ્લાન્ટ માટે લાંબો સમય રાહ જોવી પડે છે. તેમણે જાહેરાત કરી હતી કે તેઓ ઇનામની અડધી રકમ ઉપહાર પ્રોજેક્ટના લક્ષ્યોને આગળ ધપાવવા માટે ફાળવશે. આ ભંડોળનો ઉપયોગ ઓર્ગન અને સ્ટેમ સેલ ડોનેશનના વ્યાપને વધારવા માટે કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter