ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમઃ 24 સ્થળો પર 800 અધિકારીઓના સંયુક્ત દરોડા

17ની અટકાયત કરાઇ, 7 પેઢી સામે કાર્યવાહી, 30 સંસ્થા સામે તપાસ

Tuesday 06th October 2026 11:24 EDT
 
 

લંડનઃ શંકાસ્પદ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગ્રુપ સામેની મેટ્રોપોલિટન પોલીસ, એચએમઆરસી અને ફાઇનાન્શિયલ કંડક્ટ ઓથોરિટી દ્વારા હાથ ધરાયેલી તપાસ અંતર્ગત ઓપરેશનમાં લંડન, એસેક્સ, હર્ટફોર્ડશાયર, કેમ્બ્રિજશાયર અને સફોક ખાતેના 24 સ્થાનો પર દરોડા પડાયા હતા. જેમાં 17 લોકોની અટકાયત કરાઇ હતી. દરોડાની આ કામગીરીમાં 800થી વધુ પોલીસ અધિકારી સામેલ થયા હતા.  

ઓપરેશન દરમિયાન કોકફોસ્ટર્સ ખાતે વોરંટ બજાવતી વખતે મેટ્રોપોલિટન પોલીસના એક અધિકારી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમના પગમાં ઈજા પહોંચી હતી. આ ધરપકડો મેટ્રોપોલિટન પોલીસ, એચએમઆરસી અને ફાઇનાન્શિયલ કંડક્ટ ઓથોરિટીની સંયુક્ત તપાસ બાદ કરવામાં આવી છે. એફસીએ અનુસાર અત્યાર સુધીમાં સાત શંકાસ્પદ પેઢીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે અન્ય 30 સંસ્થાઓ પર તપાસ ચાલી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter