લંડનઃ ઓલ્ડબરીમાં શીખ યુવતી પર બળાત્કાર કરનાર આરોપીની ધરપકડ અને સજા માટે માહિતી આપનારને ચેરિટી ક્રાઇમ સ્ટોપર્સ દ્વારા 20,000 પાઉન્ડનું ઇનામ આપવાની જાહેરાત કરાઇ છે. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું હતું કે, અમે ઝડપથી તપાસ આગળ વધારી રહ્યાં છીએ.
ક્રાઇમસ્ટોપર્સના વેસ્ટ મિડલેન્ડ્સ રિજિયોનલ મેનેજર એલન એડવર્ડ્સે જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે આ હુમલાના કારણે સ્થાનિક સમુદાયોમાં ભય ફેલાયો છે. અમે જાણીએ છીએ કે આ અપરાધ અંગે કોઇને તો જાણકારી હશે જ અને તે સામે આવીને ગુપ્ત રીતે માહિતી આપી શકે છે. અમે માહિતી આપનારને 20,000 પાઉન્ડનું ઇનામ આપીશું.

