લંડનઃ ઓલ્ડહામના મેયર ઝાહિદ ચૌહાણના પત્ની આફશીન ચૌહાણનું કેન્સરના કારણે 45 વર્ષની વયે નિધન થતાં ઓલ્ડહામમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. તેઓ તેમની પાછળ મેયર ઝાહિદ અને 3 સંતાનોને મૂકી ગયાં છે. તેમને શ્રદ્ધાંજલિ અર્પતાં કાઉન્સિલમાં બરોના ધ્વજને અડધી કાઠી પર ફરકાવવામાં આવ્યો હતકો. ઓલ્ડહામ કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ હેરી કેથરલે જણાવ્યું હતું કે, મેયરના પત્ની આફશીનના નિધનના સમાચાર ઘણા દુઃખદ છે.