ઓલ્ડહામમાં પ્રથમ કોમ્યુનિ-ટી ઇવેન્ટનું આયોજન

સ્વામિનારાયણ મંદિર દ્વારા ડો. કેશવના હોસ્પાઇસ માટે ભંડોળ એકઠું કરાયું

Tuesday 30th December 2025 09:39 EST
 
 

લંડનઃ ઓલ્ડહામમાં સ્થાનિક સ્વામિનારાયણ મંદિર દ્વારા તેના પ્રકારની પ્રથમ કોમ્યુનિ-ટી ઇવેન્ટનું આયોજન કરાયું હતું. ટાઉન સેન્ટરમાં આયોજિત આ ઇવેન્ટમાં વિવિધ ધર્મ અને વંશીય સમુદાયના લોકોએ એકઠાં મળી સાઉથ એશિયન ચ્હા, કોફી, હોટ વિમ્ટો, હોટ ચોકલેટ અને ઇંગ્લિશ બ્રેકફાસ્ટનો આનંદ માણ્યો હતો.

ચાર કલાકની આ ઇવેન્ટમાં ડોક્ટર કેશવના હોસ્પાઇસ માટે 300 કપ ચ્હા પીરસીને 400 કરતાં વધુ પાઉન્ડનું ભંડોળ એકઠું કરાયું હતું. મંદિરના ટ્રસ્ટી અનિલ કારાએ જણાવ્યું હતું કે, ચ્હાનો એક કપ તમામ ધર્મ અને સંસ્કૃતિના લોકોના સંપર્કનું માધ્યમ બને છે.

આ ઇવેન્ટમાં મંદિરના સ્વયંસેવકો અને ડો. કેશવના હોસ્પાઇસના સમર્થકોએ સહાય કરી હતી. મંદિર આગામી વર્ષમાં મોટાપાયે આ પ્રકારની ઇવેન્ટનું આયોજન કરવા જઇ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter