કંપનીઓની તગડી નફાખોરીએ મોંઘવારીમાં બેફામ વધારો કર્યો

કંપનીઓની નફાખોરીનો સીધો ભોગ બની રહ્યાં છે ગ્રાહકો

Wednesday 03rd January 2024 09:07 EST
 

લંડનઃ આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા બેફામ નફાખોરીના કારણે ફુગાવામાં મોટો વધારો થયો છે અને ગ્રાહકોને ઊંચી કિંમતોનો ભોગ બનવું પડ્યું છે. ઇન્સ્ટિટ્યુટ ફોર પબ્લિક પોલિસી રિસર્ચ દ્વારા યુકે, યુએસ, જર્મની, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના શેરબજારોમાં નોંધાયેલી 1350 કંપનીઓના હિસાબ કિતાબની સમીક્ષા કરવામાં આવી હતી.

રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે યુકે સ્થિત શેલ, ગ્લેનકોર, વોડાફોન અને બાર્કલે જેવી કંપનીઓના નફામાં યુક્રેન પર રશિયાના હુમલા બાદ ફુગાવાના દર કરતાં પણ ઝડપી વધારો થયો હતો જેની સામે સામાન્ય પરિવારોની આવકમાં ઘટાડો નોંધાયો હતો. એનર્જી અને ખાદ્યપદાર્થોની કિંમતોમાં થયેલા વધારાએ દરેક સેક્ટરમાં મોંઘવારી વધારી દીધી છે. તેના કારણે ફુગાવાનો દર રેકોર્ડ સપાટી પર પહોંચ્યો હતો.

ટેકનોલોજી, ટેલિકોમ્યુનિકેશન્સ અને ફાઇનાન્સ કંપનીઓના નફામાં પણ તગડો વધારો થયો છે. એનર્જી અને કોમોડિટિઝ જેવા મહત્વના સેક્ટરોમાં તગડી નફાખોરી મોંઘવારીને સીધી અસર કરી રહી છે. રેકોર્ડ ફુગાવાના સમયમાં પણ મોટી કંપનીઓ તેમના નફાનું માર્જિન જાળવવા અથવા તો વધારવામાં સફળ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter