કંપનીઓને મનીલોન્ડરિંગવિરોધી સલામતી પગલાં માટે 6 મહિનાની મહેતલ

Tuesday 12th March 2024 06:53 EDT
 

લંડનઃ યુકેના વોચડોગ ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA)એ સ્પષ્ટ કર્યું હતું કે ધીરાણકારો, નાણાદલાલો અને લીઝીંગ કંપનીઓ મનીલોન્ડરિંગ સામે સુરક્ષાના નિયંત્રક પગલામાં પાયારૂપ કચાશ ધરાવે છે. વોચડોગે આ કંપનીઓને પત્ર પાઠવી ચેતવણી આપી છે કે મનીલોન્ડરિંગના નાણાકીય અપરાધ વિરૂદ્ધ નિયંત્રણના પગલાં મજબૂત બનાવવા તેમને 6 મહિનાનો સમય આપવામાં આવે છે.

જો કંપનીઓ યોગ્ય પગલાં નહિ ભરે તો સંભવિત એન્ફોર્સમેન્ટ કાર્યવાહી સહિત રેગ્યુલેટરી એક્શન લેવામાં આવશે તેવી ચિમકી પણ વોચડોગે આપી છે. કંપનીઓ સામે કાર્યવાહીમાં કન્ટ્રોલ્સના બાહ્ય સમીક્ષકની નિયુક્તિ તેમજ દંડ અને ઓથોરાઈઝેશન રદ કરવા સહિત એન્ફોર્સમેન્ટ પગલાંનો સમાવેશ થાય છે. FCAએ જણાવ્યું હતું કે મનીલોન્ડરિંગવિરોધી કામગીરીના પાલન માટે નીરિક્ષણ હેઠળની કંપનીઓ સહિત ચોક્કસ લેન્ડર્સ, સેફ કસ્ટડી પ્રોવાઈડર્સ, મની બ્રોકર્સ અને ફાઈનાન્સિયલ લીઝીંગ કંપનીઓ જેવી 1000 કંપનીઓને તે લક્ષ્ય બનાવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter