કંપનીના આઇફોન બજારમાં વેચી નાખનાર ગવિંદર જોહલને કેદ

Tuesday 05th May 2026 11:32 EDT
 

લંડનઃ પોતાના કાર્યસ્થળ પરથી આઈફોન ચોરીને તેને બારોબાર વેચી દેવાના ગુનામાં સ્લાઉના એક રહેવાસીને જેલની સજા ફટકારવામાં આવી છે.રીડિંગ ક્રાઉન કોર્ટ દ્વારા 27 એપ્રિલના રોજ ઇસ્ટ રોડ, સ્લાઉના રહેવાસી 35 વર્ષીય ગવિંદર જોહલને એક વર્ષ અને આઠ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. જોહલે તેના પદનો દુરુપયોગ કરી છેતરપિંડી કરવાના અને ખોટી રજૂઆત દ્વારા લાભ મેળવવાના ગુનામાં પોતાની સંડોવણી સ્વીકારી હતી.

ગવિંદર જોહલ સ્લાઉ સ્થિત એક કંપનીમાં કસ્ટમર સપોર્ટ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતો હતો. આ હોદ્દાને કારણે તેની પાસે કંપનીની આંતરિક સિસ્ટમનો એક્સેસ હતો. જોહલ સિસ્ટમમાં આઈફોન અન્ય યુઝર્સને ફાળવવામાં આવ્યા હોવાની ખોટી એન્ટ્રી કરતો હતો. હકીકતમાં તે ફોન કંપનીમાંથી બહાર કાઢીને અંગત સ્વાર્થ માટે બજારમાં વેચી દેતો હતો. કંપનીના ઓડિટ દરમિયાન આ ગેરરીતિ પકડાઈ ત્યારબાદ થેમ્સ વેલી પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં જોહલની ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડમાં કંપનીને અંદાજે 16,800 પાઉન્ડનું આર્થિક નુકસાન થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter