લંડનઃ આતંકવાદ સાથે કથિત જોડાણને લીધે મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન (MCB) સાથે નવ વર્ષ અગાઉ સંબંધ તોડી નાખ્યા પછી સરકારે ફરી તેની સાથે સંપર્ક માટે ખાનગી વાટાઘાટો યોજી હતી. હોમ ઓફિસના અધિકારીઓ MCBના નેતાઓને મળ્યા હતા.
સરકારનું આ પગલું વિવાદાસ્પદ છે. દેશના મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય મુસ્લિમ સંસ્થા હોવાનો દાવો કરતી MCBને મુસ્લિમ ઉદાર મતવાદીઓ કટ્ટરપંથી ગણાવીને ટીકા કરે છે. ૨૦૧૬ના ICMના સર્વેમાં જણાયું હતું કે માત્ર બે ટકા બ્રિટિશ મુસ્લિમો MCBને તેમના વતી સરકાર સમક્ષ રજૂઆત કરવા માટેની મુખ્ય સંસ્થા ગણે છે.

