કથિત ડાઉનિંગ સ્ટ્રીટ પાર્ટી સમયે પોલીસની પણ હાજરીનો દાવો

Wednesday 22nd December 2021 05:14 EST
 

લંડનઃ ગત ક્રિસમસમાં ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે કથિતપણે પાર્ટી ચાલી રહી હતી ત્યારે પોલીસ પણ ત્યાં હાજર હોવાનો ચોંકાવનારો દાવો કરાયો છે. આ સંદર્ભે લીક કરાયેલી વીડિયો ક્લિપ પણ દર્શાવાઈ રહી છે.

નં.-૧૦ના સૂત્રોએ ITV ન્યૂઝને જણાવ્યું હતું કે ગત ૧૮ ડિસેમ્બરે કહેવાતો મેળાવડો ચાલી રહ્યો હતો ત્યારે બાજુના ખંડના અકસ્માતે એલાર્મ વાગી ગયું હતું. આના કારણે પોલીસ ત્યાં તપાસ કરવા આવી પહોંચી હતી. મેટ ઓફિસરે ત્યાં શું ચાલી રહ્યું છે તે જોવાં ડોકિયું પણ કર્યું હતું. સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે હાલ સમીક્ષા ચાલી રહી છે ત્યારે ટીપ્પણી કરવી અયોગ્ય છે. આ ઉપરાંત, સરકારી ઈમારતોમાં સુરક્ષા વ્યવસ્થાની બાબતોની ચર્ચા કરી શકાય નહિ.

ગયા વર્ષે ડાઉનિંગ સ્ટ્રીટ પ્રેસ બ્રીફિંગના રિહર્સલની લીક થયેલી ૨૨ ડિસેમ્બરની વીડિયો ક્લિપમાં થોડા દિવસ અગાઉ ‘કહેવાતી પાર્ટી’માં શું થયું હતું તેની રમૂજો અને હાસ્ય જોવાં મળેલ છે. આ ‘બિઝનેસ મીટિંગ’ હતી અને ‘સોશિયલ ડિસ્ટન્સિંગ ચોક્કસ ન હતું’ સહિતના ઉલ્લેખ ક્લિપમાં જોવાં મળે છે. પ્રેસ સાથે વાર્તાલાપની તૈયારીમાં મદદ કરવા જ્હોન્સનના સલાહકાર એડ ઓલ્ડફિલ્ડ વડા પ્રધાનના જ્હોન્સનના તત્કાલીન પ્રવક્તા એલેગ્રા સ્ટ્રેટોનને શુક્રવારે રાત્રે ડાઉનિંગ સ્ટ્રીટની ક્રિસમસ પાર્ટીના અહેવાલો મુદ્દે પ્રશ્ન કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter