લંડનઃ લંડનમાં ભારતીય રાજદ્વારીઓના વાહનોએ કન્જેશન ચાર્જ પેટે 10 મિલિયન પાઉન્ડની રકમ ચૂકવવાની બાકી બોલે છે. બ્રિટિશ રાજધાનીમાં તમામ વાહનો પર પ્રતિ દિન 15 પાઉન્ડનો કન્જેશન ચાર્જ લગાવાય છે. નવેમ્બર 2024 સુધીના આંકડા અનુસાર ભારતીય રાજદ્વારીઓના વાહનો પર 9,14,875 પાઉન્ડ બાકી બોલતા હતા.
ટ્રાન્સપોર્ટ ફોર લંડનના એલેક્સ વિલિયમે ભારતીય હાઇ કમિશ્નરને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, કન્જેશન ચાર્જ ટેક્સ નથી પરંતુ સર્વિસ ચાર્જ છે તેથી રાજદ્વારીઓને તેમાં મુક્તિ મળતી નથી.
લંડનમાં ઘણા દૂતાવાસો આ ચાર્જ ચૂકવે છે પરંતુ ભારત, અમેરિકા અને જાપાનના દૂતાવાસો તેને ટેક્સની કેટેગરીમાં ગણે છે. વિયેના સંધિ અંતર્ગત વિદેશી રાજદ્વારીઓને કોઇ ટેક્સ ચૂકવવાનો રહેતો નથી. એલેક્સે જણાવ્યું હતું કે, કન્જેશન ચાર્જમાંથી ડિપ્લોમેટિક મિશનો અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનોને મુક્તિ આપવાનો કોઇ આધાર નથી.