• કેમરનની યોજનાથી યુકેના વિભાજનનું જોખમઃ પૂર્વ લેબર પ્રાઈમ મિનિસ્ટર ગોર્ડન બ્રાઉને તેમના અનુગામી વડા પ્રધાન કેમરનને ચેતવણી આપી છે કે ઈંગ્લિશ કાયદા માટે ઈંગ્લિશ વોટિંગની તેમની યોજનાથી યુકેના વિભાજનનું જોખમ છે. વેસ્ટમિન્સ્ટરમાં ઈંગ્લિશ કાયદાઓ માટે સ્કોટિશ સાંસદોને મતદાનથી પ્રતિબંધિત કરવાની યોજના એક યુકેમાં સાંસદોના બે વર્ગ ઊભાં કરશે.

