લંડનઃ રશિયન ઓઇલ ટ્રેડમાં કથિત સંડોવણી માટે કન્ઝર્વેટિવ પાર્ટીના મોટા દાતાને યુકે-ઇયુ પ્રતિબંધ યાદીમાં સામેલ કરાયા છે. કેનેડિયન પાકિસ્તાની ઓઇલ મેગ્નેટ મુર્તુઝા લાખાણીની સંપત્તિ જપ્ત કરવાના આદેશ સાથે પ્રવાસ પર પ્રતિબંધ મૂકાયા છે. લાખાણીએ વર્ષ 2019માં કન્ઝર્વેટિવ પાર્ટીને 5,00,000 પાઉન્ડ યુકે સ્થિત પોતાની કંપની મર્કન્ટાઇલ એન્ડ મેરીટાઇમ યુકેના માધ્યમથી દાનમાં આપ્યા હતા.


