કફ, શરદી અને ફ્લુની કેટલીક દવાઓ રીએક્શનના લીધે પાછી ખેંચાઈ

Tuesday 28th March 2023 15:20 EDT
 

લંડનઃ યુકેમાં એલર્જિક રીએક્શનના દુર્લભ કેસીસ પર ભારે ચિંતાના કારણે કફ, શરદી અને ફ્લુની કેટલીક દવાઓ સાવચેતીના પગલારૂપે ફાર્મસીઝની અભરાઈઓ પરથી પાછી ખેંચાઈ રહી છે. રેગ્યુલેટર દ્વારા આવી 20 મેડિસીનની યાદી જાહેર કરાઈ છે.

મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) દ્વારા રિવ્યૂના પગલે ફોલ્કોડાઈન- pholcodine ઘટક ધરાવતી દવાઓ યુકેમાંથી પાછી ખેંચાઈ છે. આ દવાઓમાં બૂટ્સ, સુપરડ્રગ તથા ડે એન્ડ નાઈટ નર્સ કંપનીઓના ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ લોકોએ કફ સીરપ અથવા કફ ટેબ્લેટ્સના પેકેજિંગ પર ફોલ્કોડાઈન ઘટકનો સમાવેશ થાય છે કે કેમ તે તપાસવું જોઈએ અને આ ઘટક હોય તો ફાર્માસિસ્ટ સાથે તેના વિકલ્પ વિશે વાત કરવી જોઈએ. ફોલ્કોડાઈન ઘટકનો ઉપયોગ કફને દબાવવા માટે થાય છે. જોકે, જનરલ એનેસ્થેટિક સાથે તેના સંયોજનથી એલર્જિક રીએક્શનનું અનુભવ થવાની ઘટના દુર્લભ હોવાં છતાં સાવચેતી જરૂરી છે.

પાછી ખેંચાયેલી દવાઓ 

• બૂટ્સ નાઈટ કફ રીલિફ ઓરલ સોલ્યુશન • બૂટ્સ ડ્રાય કફ સીરપ 6 Years+ • બૂટ્સ ડે કોલ્ડ એન્ડ ફ્લુ રીલિફ ઓરલ સોલ્યુશન • કોફસેડ લિન્ક્ટસ• કેર ફોલ્કોડાઈન 5mg/5ml ઓરલ સોલ્યુશન સુગર ફ્રી • ગેલેન્ફોલ લિન્ક્ટસ • ગેલેન્ફોલ પીડિઆટ્રિક લિન્ક્ટસ • ગેલેન્ફોલ સ્ટ્રોંગ લિન્ક્ટસ • કોવોનીઆ ડ્રાય કફ સુગર ફ્રી ફોર્મ્યુલા • ફોલ્કોડાઈન લિન્ક્ટસ બેલ્સ હેલ્થકેર 5mg પર5ml ઓરલ સોલ્યુશન• નુમાર્ક ફોલ્કોડાઈન 5mg પર5ml ઓરલ સોલ્યુશન • વેલ ફાર્માસ્યુટિકલ્સ ફોલ્કોડાઈન 5mg પર5ml ઓરલ સોલ્યુશન • સુપરડ્રગ ફોલ્કોડાઈન લિન્ક્ટસ BP • ફોલ્કોડાઈન લિન્ક્ટસ BP • સ્ટ્રોંગ ફોલ્કોડાઈન લિન્ક્ટસ BP • ફોલ્કોડાઈન લિન્ક્ટસ • ડે એન્ડ નાઈટ નર્સ કેપ્સ્યુલ્સ • ડે નર્સ કેપ્સ્યુલ્સ અને • ડે નર્સ. આ બધી દવાઓ ઓવર ધ કાઉન્ટર મેળવી શકાય છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter