લંડનઃ ચેરિટી કમિશને બ્રાઇટન મોસ્ક એન્ડ મુસ્લિમ કોમ્યુનિટી સેન્ટરના એક ટ્રસ્ટીને ગેરલાયક ઠરાવી તેમના પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પહેલાં ચેરિટીના અન્ય એક સભ્યને આતંકવાદને પ્રોત્સાહન માટે દોષી ઠેરવાયો હતો. કમિશને જણાવ્યું હતું કે, આ ચેરિટીનું મેનેજમેન્ટ ઘણી નબળી કક્ષાનું હતું. તેના વહીવટમાં ગેરરિતીઓ ચાલતી હતી. કમિશને જુલાઇ 2024માં કરીમ અબૌતાયાબને સાડા ચાર વર્ષ માટે ગેરલાયક ઠેકવ્યા હતા.

