કર્મચારી અધિકારોને મજબૂત બનાવતા 3 કાયદા 6 એપ્રિલથી અમલમાં

કર્મચારીને પોતાના પરિવારજનની કાળજી માટે રજા લેવા, ગર્ભવતી મહિલાઓ અને તેમના પાર્ટનરને નોકરી ગુમાવવા સામે સંરક્ષણ, ફ્લેક્સિબલ વર્કિંગ પેટર્ન માટે વિનંતી કરવાનો અધિકાર અપાયો

Tuesday 09th April 2024 13:43 EDT
 

લંડનઃ યુકેમાં 6 એપ્રિલથી કામદારોના અધિકારોને વધુ મજબૂત બનાવતા 3 કાયદા અમલમાં આવ્યા છે. જેના પગલે કર્મચારી ટાઇમ ઓફ અને ઓલ્ટરનેટિવ વર્કિંગ એરેજમેન્ટ્સ જેવી સુવિધાઓનો હકદાર બનશે. 6 એપ્રિલથી કાયદાની 3 જોગવાઇ અમલમાં આવી છે જે અંતર્ગત કર્મચારીને પોતાના પરિવારજનની કાળજી માટે રજા લેવાનો અધિકાર, ગર્ભવતી મહિલાઓ અને તેમના પાર્ટનરને નોકરી ગુમાવવા સામે સંરક્ષણ અને કર્મચારીને ફ્લેક્સિબલ વર્કિંગ પેટર્ન માટે વિનંતી કરવાનો અધિકાર અપાયો છે. આ નવા અધિકાર તમામ કામદાર અને કર્મચારી માટે છે.

એમ્પ્લોયમેન્ટ રાઇટ્સ (ફ્લેક્સિબલ વર્કિંગ) એક્ટ 2023

આ કાયદો દરેક કર્મચારીને પોતાની નોકરીના પ્રથમ દિવસથી જ ફ્લેક્સિબલ વર્કિંગ એરેન્જમેન્ટની વિનંતી કરવાનો અધિકાર આપે છે. નોકરીદાતાએ કર્મચારીની વિનંતીને યોગ્ય રીતે ધ્યાને લેવી પડશે.

કેરર્સ લીવ એક્ટ 2023

પોતાના સ્વજનની કાળજી લેવા માટે વિના પગારે રજા લેવાનો અધિકાર દરેક કર્મચારીને અપાયો છે. નોકરીદાતા તેના કર્મચારીને અનપેઇડ કેરર્સ લીવ આપવાનો ઇનકાર કરી શકશે નહીં. જો બિઝનેસને નુકસાન થતું હોય તો જ નોકરીદાતા આ રજા રદ કરી શકશે.

પ્રેગનન્સી એન્ડ ફેમિલી લીવ એક્ટ 2023

આ કાયદા અંતર્ગત ગર્ભવતી મહિલા અને તેના પાર્ટનરની નોકરી સંરક્ષિત કરશે. મેટરનિટી, એડોપ્શન અને પેરેન્ટલ લીવ પરથી પરત ફરનારા કર્મચારીઓની નોકરી યથાવત રહેશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter